બોટાદ જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિન ની ઉજવણી કરવામાં આવી


આજરોજ તારીખ ૩૧/૧૦/૨૦૨૦ ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી ના ભાગરૂપે શ્રી હર્ષદ મહેતા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, બોટાદનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ આજે સવારે ૦૮/૦૦ વાગ્યે પોલીસ પરેડ ગ્રાઉન્ડ બોટાદ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં તમામ તાલીમાર્થીઓ અને હેડ ક્વાર્ટર ના પોલીસ જવાનોએ ભાગ લીધેલ હતો. રાષ્ટ્રીય એકતા દિવસના અનુસંધાને આજરોજ સાંજે ૧૭/૦૦ વાગ્યે પોલીસ અધીક્ષકશ્રીની કચેરી થી જુના માર્કેટિંગ યાર્ડ આગળના સરદાર પટેલના સ્ટેચ્યૂ સુધી માર્ચ પાસ્ટ નું આયોજન કરવામાં આવેલ, જેમાં હેડ ક્વાર્ટર ડીવાયએસપી શ્રી વ્યાસ સાહેબ તથા બોટાદ સીટી પીએસઆઇ શ્રી કરમટીયા સાહેબ તથા પીએસઆઇ શ્રી નિમાવત સાહેબ તથા પીએસઆઇ શ્રી પંડ્યા સાહેબ તથા પીએસઆઇ શ્રી દરવડીયા સાહેબ તથા આર.એસ.આઈ શ્રી મકવાણા સાહેબ તથા બોટાદ પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓ જોડાયેલ. તેમજ સરદાર પટેલના સ્ટેચ્યૂ ઉપર ફૂલ ચઢાવીને રાષ્ટ્રગાન કરવામાં આવેલ ત્યારબાદ બોટાટા ટાઉન વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવેલ.

-રિપોર્ટર લાલજીભાઈ બોટાદ