મુંદરામાથી 16 વર્ષીય કિશોરીની ગુમ થવાની ફરિયાદ

copy image

ઉતરપ્રદેશનો પરિવાર મુન્દ્રાના શક્તિનગરમાં આવેલી આશાપુરા કોલોનીમાં રહેતી ૧૬ વર્ષીય સગીરાને કોઈ અજાણ્યા ઈસમ ભગાડી જતા ફોજદારી નોંધાવાઇ હતી. સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ છેલ્લા થોડાક વર્ષોથી મુન્દ્રાની આશાપુરા કોલોનીમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના પરિવારની ૧૬ વર્ષીય કિશોરીને લલચાવી-ફોસલાવી કોઇ ઇસમ ભગાડી જતા તેની સામે સગીરાના પિતાએ મુન્દ્રા પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી. ઉત્તરપ્રદેશના પરિવારની સગીરાને ભગાડી જનાર ઇસમને શોધવા પોલીસે તપાસ હાથ ધરી છે.

-માહિતી અનુસાર