મકાનમાં નાખેલા દરવાજાના પૈસા મુદ્દે અંજારના બે યુવકોએ ભુજના યુવકને માર માર્યું

મકાનમાં નાખેલા દરવાજાના પૈસા મુદ્દે અંજારના બે યુવકોએ બોલાચાલી કરી પોતાના સબંધીને માર માર્યો હતો. ઇજાગ્રસ્તે મામાના છોકરા અને તેના મિત્ર સામે પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી. સૂત્રો મુજબ મજીદખાન અબ્દુલ શકુર પઠાણ પોતાના ઘરે હતો ત્યારે તેનો મામાનો છોકરો જહાંગીરખાન પઠાણ અને તેનો મિત્ર સાહિલ કુંભાર (રહે. બંને અંજાર) બંને જણા આવી ફરિયાદ તેના પિતાને કહેલ કે ‘તમારા મકાનમાં દરવાજો લખાવેલ હતો તેના દસ હજાર રૂપિયા બાકી છે તે આપી દો’…..

અગાઉ જહાંગીરખાન ફરિયાદીને પિતા સાથે રહેતા હતા ત્યારે આ દરવાજો નખાવ્યો હતો, જેનો ખર્ચ અંદાજે 1500 રૂપિયા જેટલો થાય છે તે આપી દઈએ તેવું જણાવેલ પણ આરોપી માન્યો નહીં અને ગાળા-ગાળી કરી બંને જણા ઉશ્કેરાઈ ફરિયાદીને માર મારવા લાગ્યા હતા. તે સમયે સગા-સંબંધીઓ વચ્ચે પડી છોડાવતા જાનથી મારી નાખવાની ધમકી આપી બંને જણા ચાલ્યા ગયા હતા. બાદમાં શનિવારે ફોન ઉપર વાત કરી અને ફરીયાદીને માર મારતા બંને જણા સામે ફોજદારી નોંધાવાઈ હતી.

-માહિતી અનુસર