ગઢશીશાના કૌટુંબિક મામાએ ભાણેજીને લઈ જઈ પીંખી નાખી

copy image

માંડવી તાલુકાના ગઢશીશા ગામે રહેતી 17 વર્ષીય કિશોરી 25મી તારીખે સાંજે લોટ દળાવીને પરત ફરી રહી હતી ત્યારે 22 વર્ષીય કૌટુંબિક મામો તેને જાનથી મારી નાખવાની ધમકી આપીન હતી. સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ 25મી તારીખે સાંજે કિશોરી લોટ દળાવીને પરત ફરી રહી હતી ત્યારે 22 વર્ષના યુવક એવા કૌટુંબિક મામા તેને ધાક-ધમકી કરી પોતાની સાથે લઈ ગયો હતો. ત્રણ દિવસ સુધી શેરડી, હમલા વગેરે ગામના સીમાડામાં ફેરવી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો રહ્યો હતો. 28મી તારીખે બપોરે 1:00 વાગે કિશોરી પરત ગામમાં આવી ગઈ હતી. આરોપી ભોગબનનાર કિશોરીના કૌટુંબિક મામો થાય છે અને કિશોરીની સાથે દુષ્કર્મ આચરતાં તેની સામે ગઢશીશા પોલીસ મથકે અપહરણ, પોક્સો અને દુષ્કર્મ સહિતની ગંભીર કલમો તળે ફોજદારી નોંધાવાઈ હતી.
-સૂત્રો અનુસાર