પરિણીતાને ત્રાસ આપતા સાસરીયા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ


હાલમાં વધતાં સાસરી પક્ષના ગુનાઓ ધાક-ધમકીઓ, દહેજ પ્રથાના લીધે યુવતીઓ પીડાય છે. વાસણા ગામ રામદેવમાં રહેતી મનીષા નામની યુવતીના લગ્ન વર્ષ 2018માં ધન્યાવી ચોકડી લક્ષ્મીરામમાં રહેતા મિતેશ મુકેશભાઈ ગોહિલ સાથે થયા હતા. લગ્ન બાદ સાસરીમાં રહેવા આવેલી પરિણીતાને દહેજ બાબતે અવાર-નવાર સાસરિયાઓ દ્વારા મેણા-ટોણા મારવામાં આવતા હતા કે તું દહેજમાં કશું લાવી નથી અને તેની સાસુ કહેતી હતી કે તારે નોકરી કરવી પડશે અને તારી નોકરીનો પગાર અમને આપી દેવો પડશે. તેથી મનીષાએ કોસ્મેટિકની દુકાનમાં નોકરી શરૂ કરી હતી. ગત 18મી ફેબ્રુઆરીએ નોકરીનો પગાર થવાનો હોય મનીષાનો પતિ અને મનીષા બંને દુકાને પગાર લેવા ગયા હતા. પગાર લઈને ઘરે આવ્યા બાદ તુ દહેજમાં કંઈ લાવી નથી તેથી તારે તારો પગાર અમને આપી દેવો પડશે તેમ કહી સાસુ-સસરા અને પતિએ ઝઘડો કર્યો હતો અને પતિએ તેને માર માર્યો હતો. આ બનાવના પગલે પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
-સૂત્રો અનુસાર