જસદણમાં સટ્ટો રમાડતા બે વ્યક્તિની ધરપકડ

જસદણમાં IPLમાં મેચ પર સટ્ટો રમાડતા બે શખ્સોને રાજકોટ આરઆરસેલની ટીમે ઝડપી લીધા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સૂત્રો અનુસાર જસદણમાં ચીતલીયા રોડ ઉપર સોમનાથ પાનની દુકાન બહાર IPLના મેચ પર સટ્ટો રમાતો હોવાની બાતમી મળતા રેન્જના સાયબર ક્રાઇમ પોલીસે રેઇડ મારી મેચ ઉપર સટ્ટો રમાડતા સુધીર બેચરભાઇ લાડોલા તથા હાર્દિક હસમુખભાઇ વાડોદરીયા રે. બન્ને ચીખલીયા રોડ જસદણને મોબાઇલ સહીત રૂ.૧૩,૬૪૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. તેમજ અસલમ ઉર્ફે પદો પરમાર રે. જસદણનું નામ ખુલતા તેની શોધખોળ પોલીસે હાથ ધરી છે.
-સૂત્રો અનુસાર
-માહિતી અનુસાર