દિવાળીના તહેવારોના અનુસંધાને ભુજના એસટી ડેપોથી છ વોલ્વો બસ શરૂ કરાશે

દિવાળીના પાવન પર્વો અને પ્રવાસીઓની વધારાની માંગને ધ્યાનમાં રાખીને ભુજ એસ.ટી. ડેપોથી અન્ય જિલ્લાને સાંકળતી વધુ છ વોલ્વો બસની સેવા શરૂ થઈ છે. પ્રવાસીઓની સગવળતા ને ધ્યાનમાં રાખી તેમાં દિન-પ્રતિદિન વાધારો થશે. હાલમાં ભુજ ડેપોથી ૧૯ વોલ્વો બસ દોડી રહી છે. ખાનગી ટ્રાવેલ્સ બસ સામેની હરિફાઈમાં ટક્કર આપવા એસ.ટી. વિભાગે વોલ્વો બસની સેવા શરૂ કરી છે જેને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. લોકડાઉન બાદ એસ.ટી. બસની સેવા તબક્કાવાર શરૂ થઈ ગઈ છે. દિવાળીના તહેવારો અને પ્રવાસીઓને માંગને ધ્યાને રાખીને ભુજથી અન્ય જિલ્લાને સાંકળતી વધુ છ વોલ્વો બસની સેવા શરૂ થઈ હોવાની માહિતી સૂત્રો પાસેથી જાણવા મળી છે. તેમજ મુસાફરોને હેરાનગતિ ન થાય તે દિશામાં પગલાં લેવામાં આવી રહ્યા  હોવાનું પણ જાણવા મળ્યું છે. ભુજથી દ્વારકા, ભાવનગર, સુરત, દિવ, બરોડા અને રાજકોટની વોલ્વો બસ સેવા શરૂ કરાઈ છે. આ ઉપરાંત અગાઉ ગાંધીનગર, બરોડા, સાવરકુંડલા, રાજકોટ સહિતના શહેરોમાં વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી હતી. હાલમાં ભુજ ડેપોથી ૧૯ વોલ્વો બસ ઓપરેટ થતી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.

– સૂત્રો અનુસાર