રાપરના રાસાજી ગઢડામાં દહેજ મુદ્દે સાસરા દ્વારા કરવામાં આવી જાતિય સતામણી


કચ્છ જીલ્લામાં દહેજના કારણે અપાતા માનસિક ત્રાસનો એક બનાવ સામે આવ્યો છે. જિલ્લાના રાપર તાલુકામાં રાસાજી ગઢડા ગામમાં પરિણીતાને દહેજ બાબતે શારીરિક – માનસિક ત્રાસ અપાયો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. તો સસરાએ વહુની લાજ લેવાના બદ ઈરાદે સ્પર્શ કરીને જાતિય સતામણી કરતા બાલાસર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. રાપર તાલુકાના રાસાજી ગઢડામાં રહેતી એક ર૩ વર્ષિય પરિણીતાએ તેના પતિ, સસરા અને સાસુ વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આરોપીઓએ ફરિયાદી પરિણીતાને દહેજ બાબતે શારીરિક – માનસિક ત્રાસ આપી ભૂંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તો ફરિયાદીના સસરાએ તેની ઈજ્જત લેવાના ઈરાદે સ્પર્શ કરીને જાતિય સતામણી પણ કરી હતી. તેમજ હાથના પંજામાં લાકડી વડે માર પણ માર્યો હતો. બનાવના પગલે બાલાસર પોલીસ મથકે ગુનો નોંધાતા પીએસઆઈ બી. જે. પરમારે આગળની ઘટના અંગેની વધુ તપાસ હાથ ધરી હતી.
– સૂત્રો અનુસાર