ભચાઉમાં આગની ઘટનાને કારણે ઘાસચારો થયો ખાખ
copy image

કચ્છના ભચાઉના જુનાવાડા વિસ્તારમાં વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં લાગેલી આગથી ગાયો માટે રખાયેલો ઘાસચારો બળીને ખાખ થઇ ગયો હતો. આ ઘટનાને કારણે આસપાસમાં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટના સ્થળે ધસી ગયેલા પાલિકાના અગ્નિશમન દળે અગનજ્વાળાઓને કાબૂમાં લીધી હતી. પ્રાથમિક શાળા નજીક શંભુભાઈ રાજપૂતના વાડામાં આગ લાગતાં ઘાસચારો સળગી ગયો હતો. નગરસેવક નાગજી રબારી એ પાલિકાના પ્રમુખ કલાવતીબેન જોશીને જાણ કરતા ફાયર ફાઈટરના વાહન સાથે નગરસેવક ઉમિયાશંકર જોશી અને પ્રવીણ દાફડા સહિતની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. આ વિસ્તારના યુવાનો પણ સહયોગી બન્યા હતા. બનાવના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા.
-મળતી માહિતી