દિવાળી પર્વ નિમિતે ભચાઉમાં ફટાકડાની બજાર ખુલ્લી મુકાઇ

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે હાલ ભચાઉમાં દિવાળીના તહેવારોને લઈને અગ્રણીઓના હસ્તે પ્રતાપ ગેટ પાસે ફટાકડા બજાર ખુલ્લી મુકવામાં આવી હતી. આતશબાજીના તહેવાર ને વધાવવા માટે નગર પ્રમુખ કલાવતીબેન જોશી દ્વારા હંગામી બજાર ખુલ્લી મુકવામાં આવી હતી. શાસક પક્ષના નેતા કુલદીપસિંહ જાડેજા અને નગરસેવક ઉમિયાશંકર જોશી હાજર રહ્યા હતા. “ ફટાકડાનો વિવિધ વેપારીઓ દ્વારા મહારાણા પ્રતાપ ગેટ પાસે પતરાના શેડમાં વેચાણ શરૂ કરવામાં આવ્યું છે” તેમ જયપાલ સિંહ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું.