કોડાય પાસે સર્જાયો અકસ્માત: કારે ત્રણ વાછરડીને અડફેટમાં લીધી, એકનું થયું મોત

koday

કચ્છમાં માર્ગ અકસ્માતના કેસોમા દિન પ્રતિદિન વધારો થતો હોય છે ત્યારે કોડાય ગુરુકુળ પાસે પૂરપાટ જતી કારે ત્રણ વાછરડીને અડફેટમાં લીધી જે પૈકી એક વાછરડીનું મોત થયું હતું જ્યારે એકને તલવાણા ગૌશાળામાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સ્થળપર હાજર લોકોના કહેવા પ્રમાણે કાર ચાલક કોઈ ઇમરજન્સી કેસ બાબતે હોસ્પિટલમાં જઇ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. ગનુભા જાડેજાએ વાછરડીઓની સારવાર આરંભી હતી. જ્યારે અજીતસિંહ જાડેજા, કલ્યાણજી પટેલ સહયોગી બન્યા હતા.

-મળતી માહિતી