સરપંચ સંગઠન દ્વારા કૃષિ-ગ્રામિણ બેંકના કસ્ટોડીઅનને કરાઇ રજૂઆત: ‘ખેડૂતોને વ્યાજ માફ કરી, માત્ર ધિરાણની મૂળ રકમ જ વસૂલો’

farmar

કચ્છમાં હાલ ખેડૂતો અતિવૃષ્ટિને કારણે નુકશાન ભોગવી રહ્યા છે ત્યારે ” મંદીનો સામનો કરી રહેલા કચ્છના ખેડૂતોને ગત વર્ષોમાં આપેલી લોનના હપ્તા ભરપાઇ ન કરી શકવાથી વ્યાજ પર વ્યાજ ચડી રહ્યું છે જે હાલની સ્થિતિએ ભરવું અશક્ય હોતાં વ્યાજ માફ કરીને ધિરાણની મૂળ રકમ જ વસૂલાય તેવી માગ ” કચ્છ જિલ્લા સરપંચ સંગઠને રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામિણ વિકાસ બેંકના કસ્ટોડીઅન પાસે કરી છે. સંગઠન દ્વારા જણાવાયુ હતું કે, ” કોરોનાને લઇને મંદીનો ભરડો લાગ્યો છે. વસરાદના અભવો અવાર નવાર કિસાનો મુશ્કેલીમાં મુકાય છે તેવામાં મંદીનો બેવડો માર પડ્યો છે. આ સ્થિતિમાં આર્થિક ભીંસમાં મુકાયેલા ધરતીપુત્રો બેંકના જૂના લેણા ભરવા માટે સક્ષમ નથી”. આમ થવાથી અન્ય બેંકો પણ લોન આપતી નથી. જે ખેડૂતોને ગત વર્ષોમાં ધિરાણ આપવામા આવ્યું છે તેના સંજોગોના કારણે સમયસર હપ્તા ભરી શકાયા નથી અને મૂળ ધિરાણની રકમ પર ચડેલા વ્યાજના કારણે લેણુ અનેકગણું વધી ગયું છે. આમ ખેડૂતો વ્યાજના વિષચક્રમાં ફસાઇ જાય તેવી હાલત સર્જાઇ છે. આ સંજોગોમાં ધિરાણનું વ્યાજ માફ કરીને માત્ર મૂળ રકમ જ વસૂલવામા આવે તેવી માગ સંગઠનના પ્રમુખ સુરેશ છાંગાએ કરી હતી.

-મળતી માહિતી