ભચાઉમાં મેડીક્લેમની રકમ વ્યાજ સાથે ચુકવવા માટે વીમા કંપનીને અપાયો ફોરમનો આદેશ

કચ્છ જીલ્લામાં ભચાઉના એક પરિવારના ગુપ મેડીક્લેમની પોલીસીમાં 4.20 કરોડનું પ્રિમયમ વસુલ્યા બાદ કલેઇમની રકમ ન આપી છેતરપીંડી અને વિશ્વાસધાત કરનાર ધી ઓરીયન્ટલ ઇન્શ્યોરન્સ કંપની સામે કરેલા દાવામાં જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્રારા અરજદારને કલેઇમની મળવા પાત્ર રકમ 9 ટકા વ્યાજ સાથે તેમજ શારિરીક માનસિક ત્રાસ અને અરજી ખર્ચ સહિતના નાણા ચુકવી આપવા વિમા કંપનીની ઝાટકણી કાઢતો ચુકાદો આપવામાં આવ્યો હતો. ભચાઉના રઘુભાઇ જી. સોલંકીએ પોતાનો તથા પરિવારનો ગૃપ વીમો મેડીકલેઇમ માસ્ટર પોલીસી ધી ઓરીયન્ટલ ઇન્શ્યોરન્સ કંપની પાસેથી લીધો હતો, પોલીસી ધારકના પત્નિ રંજનબેનને પગમાં અચાનક દુખાવો થતાં અમદાવાદમાં ઓપરેશન કરવાવા માટે 1,78,920નો ખર્ચ થયો હતો, ત્યાર બાદ પોલીસીધારકે વીમા કંપનીને જાણ કરીને કલેઇમ ફોર્મ ભરી જરૂરી આધારો આપયા હતા પરંતુ વિમા કંપની દ્વારા કોઇ નિર્ણય ન લઇ ક્લેઇમ પાસ કરવામાં આનાકાની કરતાં આખરે પોલીસીધારકે વિમા કંપની વિરૂધ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ ફરિયાદ કરી હતી. પોલીસીધારકને મળવા પાત્ર રકમ નવ ટકા વ્યાજ સાથે તથા શારિરીક માનસિક ત્રાસ અને અરજી ખર્ચ સહિત ચુકવી આપવા આદેશ કર્યો હતો. આ કેસમાં ફરિયાદ પક્ષે વકિલ તરીકે રાજેશભાઇ પ્રેમજીભાઇ ઠકકર, વિક્રમ વાલજીભાઇ ઠકકર, અને હાર્દિક એન. જોબનપુત્રા દ્વારા દલીલો કરવામાં આવી હતી. એવું જાણવા મળી આવ્યું હતું.