લખપતના દોલતપરમાં બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું થયું મૃત્યુ

કચ્છ જીલ્લામાં લખપત તાલુકાના દોલતપર ગામે રહેતા 79 વર્ષીય વૃધ્ધ પોતાના ઘરમાં બાથરૂમમાં અકસ્માતે પડી જતાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પોલીસ દ્વારા મળતી જાણકારી અનુસાર આ બનાવ ગત 3 તારીખે સવારના અરસામાં બન્યો હતો. દોલતપર ગામે રહેતા રવજીભાઇ મનજીભાઇ પટેલ પોતાના ઘરના બાથરૂમમાં પડી જતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત વૃધ્ધને સારવાર માટે પ્રથમ ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ અવાયા હતા. જો કે ત્યારબાદ વધુ સારવાર માટે તેઓને ભુજની જ લેવા પટેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન શનિવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા . દયાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

-મળતી માહિતી