અંજારના વરસામેડી પાસે કંપનીમાં કામ કરતાં ઘવાયેલા યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ
કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના વરસામેડી ગામ પાસે આવેલી કંપનીમાં ઉપરથી નીચે પટકાતાં કંપનીમાં કામ કરતાં કામદાર એવા મુકેશ સુરેશ પાસવાન(ઉ.વ31) નામના યુવાનનું મૃત્યુ થયું હતું. વરસામેડી નજીક આવેલી વેલસ્પન કંપનીમાં ગત તા. 15-10ના ઢળતી બપોરે આ ઘટના ઘટવા પામી હતી. કામદાર એવા મુકેશ નામનો યુવક ઉપર કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક ત્યાંથી નીચે પટકાતાં તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. આ યુવાનને સારવાર માટે પ્રથમ અંજાર,ગાંધીધામ અને વધુ સારવાર અર્થે તેને અમદાવાદ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન આ યુવાન મૃત્યુ પામ્યો હતો. પોલીસ દ્વારા આ બનાવની આગળની વધુ તપાસ હાથ ધરાઈ છે.એવી માહિતી સૂત્રો દ્વારા મળી છે.
– મળતી માહિતી