માંડવીના નાની ખાખર અને ભુજના માધાપરમાંથી શરાબની બોટલ અને ટીન મળી આવ્યા પોલીસ દ્વારા કરાઇ કાર્યવાહી

માંડવી તાલુકાનાં નાની ખાખર ગામમાં રઘુવીરસિંહ ઉર્ફે રઘુભા જીલુભા જાડેજાના બસ સ્ટેશનની નજીક આવેલા મકાનમાથી ભારતીય બનાવટની વિદેશી શરાબની 7 બોટલ કિમત રૂ. 2450નો જથ્થો મળી આવ્યો હતો જે અંતર્ગત માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી.રેડ પાડતા સમયે આરોપી હાજર ન મળી આવતા પોલીસ દ્વારા ધરપકડ કરવા માટેના આગળના ચક્રો ગતિમાન કરાયા છે. તો બીજી તરફ માધાપર જુનવાસ પાસે આવેલા બાપા દયાળુ નગરમાં રહેતા મહેન્દ્રસિંહ ઉર્ફે કાનો દેવુભા જાડેજાના મકાન માંથી શરાબની બોટલ 6 કિમત રૂ. 1995 અને બીયરના ટીન કિમત રૂ. 600 મળી કુલ રૂ. 2595નો જથ્થો મળી આવતા મહેન્દ્રસિંહ જાડેજા અને વિશાલ જાદવગર ગુસાઈ વાળા સામે બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી આગળની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

– સૂત્રો અનુસાર