ભુજ શહેરમાં ઠેક ઠેકાણે વેચાઈ રહ્યો છે ખુલ્લેઆમ દેશી દારૂ
જિલ્લા મથક ભુજના સરપટગેટ, ભીડબજાર , ગણેશનગર , લોટસ કોલોની , જૂની રાવલવાડી વિસ્તારોમાં દારૂના દૂષણો વધતાં આ વિસ્તારની સુખ- શાંતિ , ચેન , નિંદર હરામ થઈ ગઈ તેમજ સ્થાનિક રહેવાસી , વેપારીઓ આ દૂષણથી તંગ આવી અવાર -નવાર રજૂઆતો કરવા છતાં અંતને આપતા એકાદ સર્જીકાલ સ્ટ્રાઈકની જરૂર છે . તેવું ભુજ વાસીઓ જણાવી રહ્યા છે . આ દારૂના દૂષણ થી આ વિસ્તારના લોકો ધાર્મિક પ્રસંગ , માંગલિક પ્રસંગ ,કે અન્ય પ્રસંગો આ વિસ્તારમાં રાજી ખૂશી કે આનંદ – ઉત્સવથી ઉજવી શકતા નથી કારણ કે આવા પ્રસંગોમાં દારૂડીયાઓ ધમાલ મચાવી . આવા પ્રસંગોમાં ઝગડા ,મારા મારી , છેડતી , હુમલા સહિતના પ્રસંગો બને છે. તેમજ લોકો તંગ આવી ગયા છે . તો રોજ સવાર – સાંજ દર્શન કરવા મંદિરેથી નીકળતા પુરુષ -મહિલા , વૃધ્ધો પણ આવા દારૂડિયાઓની આવી હરકતોથી તંગ આવી ગયા છે . તો સવારના ભણવા નીકળતા પ્રાથમિક , હાઈસ્કૂલ , કોલેજ ,યુનિર્વ સિટીના વિદ્યાર્થી , વિદ્યાર્થીની ઓને ભણતર તેમજ ભવિષ્ય ઉપર પણ આડઅસર થાય છે . તો દારૂડીયા , બુટલેગરોની સાંઠ- ગાંઠથી આ દારૂના દૂષણોથી આવનારી ૧૦,૧૨ થી પરીક્ષાઓ , હોળી- ધૂળેટી ,પરશુરામ જયંતી , અખાત્રીજ , રામનવમી , હનુમાન જયંતી , મહાવીર જયંતી , સહિતના તહેવારો – ઉત્સવો રંગ -ચંગે પાર પાડે તેમજ આવા ઉત્સવોમાં દારૂડિયા – બુટલેગરોની કરી ન ફાવે તેવી ભુજવાસીઓની ઇચ્છા છે . ગુજરાતમાં વર્ષોથી દારૂબંધી છે જો જે ગામમાં દારૂ વેચાય તો તે ગામનો સરપંચ તેનો જવાબદાર ઠરે , જે પોલીસ સ્ટેશનના એરિયામાં પણ દારૂ વેચાય કે પકડાયે તો તે પોલીસ સ્ટેશન જવાબદાર ઠરે સહિતના કાયદાઓ અમલમાં છે તેમ છતાં કચ્છમાં જાણો દારૂના ધોધ વહી રહ્યો છે . અગાઉ સરકારે આ દૂષણથી તંગ આવી આખા ગુજરાત રાજયમાં દારૂ બંધી શાખા નામનું અલગ બોર્ડ , મહેકમ ઊભું કરી કામગીરી બજાવવી પડી હતી ફરીથી દારૂ બંધી શાખા અમલમાં આવે તેવું કચ્છ જિલ્લાના નાગરિકો સહિત ભુજવાસીઓ ઈચ્છી રહ્યા છે.
વડુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેવબલ ઉપર 24 લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 રાત્રે 10:30 થી 11;00 ચાલુ છે સંપર્ક 02832 230456