ધાણેટી પાસે ટ્રકના ઠાંઠામાં બાઇક ઘૂસી જતાં એક આધેડ વયનું મોત
ભુજ તાલુકામાં ભુજ – ભચાઉ ધોરીમાર્ગ ઉપર ધાણેટી ગામ પાસે આગળ જઈ રહેલી ટ્રકના ઠાંઠામા બાઇક ઘૂસી જતાં તેના ચાલક તાલુકાનાં જવાહનગર ગામમાં વેલભાઈ ભાણાભાઇ કેરસિયા (ઉ. વ. ૫૫ )નો મોત નીપજયું હતું . પધ્ધર પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર ભોગ બનનાર વેલાભાઈ કેરસિયા મોટર સાઇકલ ઉપર જઈ રહ્યા હતા તુરંત આજે સાંજે ૭:૪૫ વાગ્યાના સુમારે તેના આગળ જઈ રહેલી જી. જે . ૧૨ -એ.ઝેડ-૮૨૧૯ નંબરની ટ્રક સાથે આ બનાવ બન્યો હતો. ગંભીર ઇજાઓ થયેલા બાઇક ચલાવનરને સારવાર મળે તે પહેલા જ મોત થઈ ગયું હતું . પદ્ધર પોલીસે કેસની તપાસ હાથ ધરી છે .
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.