ભીરંડિયારા ચેકપોસ્ટ ખાતે ઇંગ્લિશ સરાબ અને બીયર સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા
ભુજ તાલુકામાં સીમાવર્તી મથક ખાવડા પોલીસ મથક હેઠળ આવતી ભીંરંડિયારા ચેક પોસ્ટ ખાતે સ્થાનિક પોલીસે રેઇડ પાડીને બે ઈસમોને શરાબ અને બીયર સાથે પકડી પાડ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ ગઇકાલે સાંજે આ રેઈડ પડી હતી. જેમાં ખાવડા તાબેના મેઘપર ગામના અરજન ઉર્ફે ફાદિયો રાણાભાઈ ધૂઆ અને મિસરિયાડો ગામના લાલજી ઉર્ફે ગોપાલ ઉર્ફે પુનિયો ધનજીભાઇ ફફલને ઝડપી પાડ્યો હતો . અને તેમની પાસેથી ઇંગ્લિશ દારૂની બે બોટલો તથા બિયરના આઠ ટીન જપ્ત કરાયા હતા . આ બંને ઈસમોની સામે સહાયક ફોજદાર બ્રિજેશ યાદવે ગુનો દાખલ કરાવ્યો હતો .
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.