ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત એક દિવસની ધોળાવીરાની મુલાકાતે

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે એક દિવસના પ્રવાસમાં પુરાતન નગર ધોળાવીરાની મુલાકાત લેશે અને સાથે હડ્ડપન સંસ્કૃતિને પણ નિહાળશે ત્યારે તેમની મુલાકાત પુર્વે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આ અંગે ધોળાવીરાના સરપંચ જીલુભા સોઢા દ્વારા જણાવાયું હતું કે , ” આમ તો રાજ્યપાલની આ ખાનગી મુલાકાત છે પણ જાત નિરિક્ષણ બાદ પુરાતન નગરી ધોળાવીરા વીશે રાજ્યપાલ રાજ્ય સરકારને આનુસાંગિક સેવાઓ અને સગવડો પર દિશા સૂચન પણ કરી શકે છે.” આ મુલાકાત પગલે પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટિલ, ભચાઉ વિભાગના ડિવાયએસપી કે.જી.ઝાલાએ પણ ધોળાવીરાની મુલાકાત લઇ નિરિક્ષણ કર્યું હતું. 150 થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં ગોઠવાયા છે. ધોળાવીરા બાદ રેલડી જશે અને રાતવાસો ધોરડો ખાતે જ કરશે તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળી આવ્યું છે.

-મળતી માહિતી