ભચાઉમાં જાહેરમાં જુગાર રમતા 5 જુગારી પોલીસ દ્વારા પકડાયા


કચ્છમાં વધતાં જતાં જુગારના બનાવોમાં એક વધુ બનાવ સામે આવ્યો છે , ભચાઉમાં જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ ખેલીઓને સ્થાનિક પોલીસ દ્વારા રૂ.13 હજારના મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનો નોંધવામાં આવ્યો હતો. આ બાબતે પીઆઇ એસ.એન કરંગિયાએ માહિતી આપતાં કહ્યું હતું કે, ” ગત સાંજે પેટ્રોલિંગ દરમિયાન માનસરોવર ફાટકની પાસે બાવળની ઝાડીઓમાં દરોડો પાડી ગંજી પાના વડે જુગાર રમી રહેલા મામદ ઇસ્માઇલ અબડા, અણદાભાઇ પાંચાભાઇ પ્રજાપતિ, સુલતાન બાબાભાઇ ઘાંચી, રમેશભાઇ પાંચાભાઇ પ્રજાપતિ અને ગાંગાભાઇ ગણેશભાઇ કોલીને રૂ.10,400 રોકડા અને રૂ.3,500 ની કિંમતના ચાર મોબાઇલ સહિત કુલ રૂ.13,900 ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.”
– મળતી માહિતી