ભુજના આઇયાનગરમાં વીજળીના થાંભલા સાથે કારચાલક અથડાતાં સર્જાયો અકસ્માત

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેર હોય કે પછી ગામડુ હોય બધાને શણગારવામાં આવે છે ત્યારે ભુજમાં હાઇવે માર્ગ પરના વીજ પોલોનું રંગ રોગાણનું કામ અત્યારે ચાલી રહયું છે. ત્યારે સોમવારના સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં મુન્દ્રા રોડ પર આવેલા આઇયા નગરના ગેટ નંબર એક પાસે કુતરુ વચ્ચે આવતા પૂરઝડપે આવી રહેલી કારના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં કાર ધડાકાભેર થાંભલા સાથે અથડાતા જેમાં ચાલકને ઇજા પહોંચતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જો કે, કાર ચાલક કોણ હતો તે પોલીસમાં કોઇ નોંધ ન હોવાથી તેના વિષેની કોઈ માહિતી જાણી શકાઈ નથી બનાવને કારણે સ્થળ પર લોકો એકત્રિત થઇ ગયા હતા.

– મળતી માહિતી