અબડાસામાં પહેલા અતિવૃષ્ટિ અને હવે કુંજ પક્ષીઓના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

કચ્છમાં આ વર્ષે વધુ વરસાદ પડતાં ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો તો થોડા સમય પહેલા તીડોના જુંડોએ પણ પાકને નુકશાન પહોંચાડયું ત્યારે અબડાસા તાલુકામાં હવે કુંજ પક્ષીના આગમનથી અમુક ખેતરોમાં ખેડૂતોની સ્થિતિ બગડતી જોવા મળી રહી છે. આ પક્ષીઓ પાકમાં નુકસાન પહોંચાડી રહ્યા છે. લાખો રૂપિયા ખર્ચ કર્યા પછી પણ ખેડૂતોને પાકમાં કોઈ ફાયદો જોવા ન મળતાં તેઓની પર આભ તૂટી પડયો હોય એવી સ્થિતિમાં મુકાઇ ગયા છે.તેઓને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. મોંઘા બીજ, ખાતર, ખેડ, વીજળી બીલના કારણે લાખો રૂપિયાના કર્જા હેઠળ દબાયેલા ખેડૂતોએ સરકાર પાસે સહાયની માગ કરી છે. હવે શિયાળાની ઋતુમાં રવી પાકના વાવેતર માટે ખેડૂતો પોતાના ખેતર ખેડ કરી રહ્યા છે ત્યારે તેના માટેના પૈસા ક્યાંથી આવશે એ સમસ્યા ત્યાંના ખેડૂતો દ્વારા સેવાઇ રહી છે.