માધાપર હાઇ-વે પર બોલેરો અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત

કચ્છમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ગઈકાલે રાત્રે માધાપરના હાઇ-વે પર પૂરઝડપે આવેલી બોલેરોએ બાઈક પાછળ ટક્કર મારતાં બાઈકચાલકને અસ્થિભંગ સહિતની ગંભીર ઈજાઓ પહોંચી છે. આ અંગે ભુજના માધાપરમાં રહેતા ઘાયલ રમેશભાઈ દેવજીભાઈ ગરવા (મારાજ) એ લખાવેલી ફરિયાદ મુજબ, ” તેઓ રાત્રે દશ વાગ્યા આસપાસ પોતાની બાઈક નં. જી. જે. 12 ઈસી 1997 પર નોકરી કરી પરત ઘરે જઈ રહ્યા હતા, ત્યારે વીરાત હોટેલ પાસે પાછળથી અચાનક બોલેરો ગાડી નં. જી. જે. 12 બીવી 3539ના ચાલકે હડફેટે લેતાં રમેશભાઈ ઘાયલ થઈ ગયા હતા.” તેમને 108 મારફતે જી. કે. જનરલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા . રમેશભાઈને અસ્થિભંગની ગંભીર તેમજ અન્ય નાની ઈજાઓ પહોંચી છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.