કોરોના વચ્ચે શિપિંગ કોર્પોરેશને 6 મહિનામાં 131 કરોડનો નફો મેળવીયો.
કોરોના કાળમાં શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ 6 મહિનામાં 131 કરોડનો નફો મેળવીયો હતો . શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની તાજેતરમાં વર્ચ્યુઅલ બેઠક અંજારના માજી નગરપતિ , DPTના માજી ટ્રસ્ટી તથા એસ.સી.આઈ.ની ઓડિટ સમિતિના ચેરમેન સી.એ. માવજીભાઈ સોરઠિયાની અધ્યકક્ષા યોજાઈ હતી. જેમાં શ્રી સોરઠિયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે 1-4-20થી તા.30-9-20 સુધીના 6 મહિનામાં કંપનીએ 8432 કરોડનો વેપાર કર્યો હતો. જેની સામે સીધા રૂ.74,349 કરોડનો ખર્ચ કયો હતો.બીજા ખર્ચાઓ બાદ કરતા અંતે 131 કરોડનો નફો મેળવીયો હતો . અગાઉ નુકસાની કરતી કંપનીએ આવો સારો નફો કરતાં સી.એમ.ડી. માવજીભાઈ સોરઠિયાએ બીજા ડાયરેકટરો અને કર્મચારીઓને સખત મહેનત માટે આ નવરત્ન કંપનીના નામ આગળ લાવવા બદલ અભિનંદન પાઠવીયા હતા. મુંબઈથી આયોજિત આ બેઠકમાં મુંબઈ, ભુવનેશ્વર, કોઈમ્બતુર, દિલ્હી, મહારાષ્ટ્રથી ડાયરેકટરોએ હાજરી આપી હોવાનું જણાવા મળ્યું હતું .
– મળતી માહિતી