શિયાળાની ધીમી શરૂઆત છતાં શાકભાજીના ભાવો આસમાને

હાલમાં શિયાળાની ધીમી શરૂઆત થઈ ગઈ છે પરંતુ રસોડાં ની મહત્વની વસ્તુ ગણાતાં શાકભાજી નાં ભાવો હજી પણ આસમાને છે.અલબત ધીમીધારે નવી આવક શરૂં થવાં પામી હોવાથી ભાવમાં આંશિક ઘટાડો થયો છે.પરંતુ દિવાળી જેવા મોટા તહેવારોમાં શાકભાજી નાં ભાવ ગૃહીણીઓના બજેટને બગાડી રહ્યા છે. દિવાળી બાદ ઉંચે ગયેલી આ શાકભાજીની બજાર તળિયે આવે તેવી શક્યતાં છે. હાલ પરિસ્થિતિ એવી છે કે થેલી લઇ શાકભાજી ખરીદવાં ગયેલ વ્યક્તિ શાક,કોથમીર સહીત મસાલો ખરીદે એટલે સ્વાભાવિક રીતે જ રૂ. 150 થી 200 ખર્ચાઇ જાય છે .મોટો પરીવાર હોય તો શાકભાજીના ખચઁમાં પણ વધારો થાય છે. કારણકે ગુવાર નો ભાવ હાલ માં કિલો નાં રૂ.૮૦ , રિંગણ રૂ.૪૦ થી ૬૦,ભીંડો,ટમેટા રૂ.૪૦ થી ૫૦,એજ રીતે કોબી,ફલાવર સહીતનાં ભાવ આસમાને પંહોચ્યા છે.લીલા મરચાંનાં ભાવ રૂ.૪૦ થી ૮૦ બોલાઇ રહ્યા છે.સામાન્ય કોથમીર નાં ભાવ પણ રૂ.૩૦થી ૫૦ સુધી બોલાઇ રહ્યા છે.રસોડાં ની ‘લાઇફ લાઇન ‘ ગણાતાં શાકભાજીનાં ઉંચા ભાવ નીચા આવવા હાલ મુશ્કેલ બન્યાં છે.મોટાં પરીવાર માટે તો દોહ્યલી સ્થિતિ સર્જાઇ છે.એક સમયે સિતેર કે સો રૂપિયામાં થેલી ભરીને શાક આવતું.આજે પરિસ્થિતિ વિકટ બની છે. હાલ નાં સંજોગોમાં નવાં શાકભાજીની આવક ધીમી ગતીએ શરૂં થતાં આસમાને પંહોચેલા ભાવમાં થોડો ફરકઁ પડયો છે આ વષઁનું ચોમાસું ભરપુર રહ્યું છે. શાકભાજીનું વાવેતર અતિવૃષ્ટિ માં નિષ્ફળ ગયું.વરસાદે જબરૂં ધોવાણ કર્યુ.જેનાં ફલસ્વરૂપે બચેલું વાવેતર આજે મોંઘુ દાટ બન્યું છે.ચોમાસા પછીનું એટલેકે મહીના પહેલાંનાં વાવેતરની આવક શરૂં થવાં પામી છે.પરંતુ મંદગતી હોય દિવાળીનાં તહેવારોમાં શાકભાજીનાં ભાવ નીચાં આવે તેવી કોઈ શકયતાં નથી. દિવાળી બાદ ભાવ નું લેવલ બંધાય તેવું સુત્રો જણાવી રહ્યા છે.શિયાળામાં બેશક આસમાને ગયેલાં ભાવ નીચા આવશે એટલે શાકભાજી સસ્તું થશે. હાલ દાળ,શાકમાં અનિવાર્ય ગણાતાં ટમેટાં ની નવી લોકલ આવક નથી.ત્યારે નાશીક કે બેંગલોરથી આવતાં ટમેટાં  ખરીદનારને મોંઘા પડી રહ્યા છે.અન્ય શાકભાજીની પણ આ પરિસ્થિતિ છે.ત્યાંરે તહેવારોમાં ઉંધીયા સહીત ની વાનગીઓ મોંઘી સાબીત થશે તે હકીકત છે. ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે તો શું ખાવું એ પણ મોટો પ્રશ્ન છે.