ભુજના જાહેર રસ્તામાં પડેલ ખાડો જોખમી સાબિત ન થાય અને નગર પાલિકા દ્વારા વહેલી તકે કાર્ય પૂરું થાય તેવી આશા


કચ્છમાં વરસાદની મોસમ પૂર જોશમાં ચાલી હતી પરંતુ તેના કારણે હલકી ગુણવતા વાળા રસ્તાઓનું રીતસરનું ધોવાણ થઈ ગયું છે. ત્યારે શહેરના બધા માર્ગો નવા બની રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં ખાડા રહિત શહેર જોવા મળશે, પરંતુ આજે જગ્યા કે જ્યાં ખાડો ઘણા મહિનાથી થઈ ગયો છે. જે ભારે વાહનો પસાર થતા હવે ભયજનક રીતે વધતો જાય છે. જનરલ હોસ્પિટલ બાદના સર્કલ પાસે આ ખાડો દ્વિચક્રી વાહનો માટે જોખમી સાબિત થઈ શકે તેમ છે. સર્કલના એવા વળાંક પર છે કે જેમાં વાહન પસાર થાય તો અકસ્માત ચોકકસ થઈ શકે. દ્વિચક્રી વાહન ચાલકો માટે વધારે તકેદારી રાખવી પડે નહિતર અકસ્માત થવાનો ભય પણ રહેલો છે. નગરપાલિકા દ્વારા અહીં તાત્કાલિક કામગીરી કરાય તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી અને કોઈ મોટો અકસ્માત થાય એ પહેલા જરૂરી કામગીરી થાય એવી વાત લોકો દ્વારા કરવામાં આવી હતી.
-જનતાનો અવાજ