ભુજ-માધાપરના હાઇ-વે પર ૧ એક્ટિવા ચાલક ૧૪ કિલ્લો ચાંદી સાથે ઝડપાયો

કચ્છ જિલ્લામાં ચોરીના બનતા બનાવોમાં આજે ભુજ શહેરના ભુજ-માધાપરના હાઇ-વે પર ગ્રાન્ડ થ્રી-ડી હોટલના ત્રણ રસ્તા પાસે પોલીસની પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સ્ટાફ વાહનોની તલાશી લઇ રહ્યા હતા ત્યારે એક એક્ટિવા ચાલકની તલાશી લેતાં તેમાં આધાર- પુરાવા વિનાના 14 કિલો ચાંદીના દાગીના રૂા. સાત લાખના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો . આ અંગે પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર શહેરના બી-ડિવિઝન પોલીસના પી.આઇ. એસ. બી. વસાવા, એ.એસ.આઇ. પંકજભાઇ કુશવાહ, હે.કો. મયૂરસિંહ જાડેજા તથા પો. કોન્સ. નવીનભાઇ જોશી, રાજેન્દ્રસિંહ રાઠોડ સહિતનો પોલીસ સ્ટાફ ગઇકાલે પેટ્રોલિંગ દરમ્યાન ગ્રાન્ડ થ્રી-ડી હોટલ પાસે વાહનોની તલાશી લઈ રહ્યા હતા ત્યારે એક એક્ટિવા નં. જી.જે. 12 સી.એલ. 3787ના ચાલક જિતેન્દ્ર વ્રજલાલ સોનીની એક્ટિવાની તલાશી લેતાં શંકાસ્પદ હાલતમાં આધાર-પુરાવા વિનાના 14 કિલો ચાંદીના જથ્થાના દાગીના જેની કિં. રૂા. સાત લાખ થવા જાય છે તે મળી આવ્યા હતા. પોલીસે જિતેન્દ્ર પાસેથી રૂા. સાત લાખના ચાંદીના દાગીના ઉપરાંત એક્ટિવા કિં. રૂા. 20,000 તથા એક મોબાઇલ કિં. રૂા. 5000 એમ કુલ રૂા. 7,25,000ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો અને તેની સી.આર.પી.સી.ની કલમ 41(1)(ડી) મુજબ અટકાયત કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

-મળતી માહિતી