સુરતના કતારગામમાં ફટાકડાની લારીમાં લાગી આગ

copy image

દિવાળીના તહેવારો અંતર્ગત ફટાકડાની આતિશબાજી થતી જોવા મળે છે ત્યારે કોઈ દુર્ઘટના ન સર્જાય એ માટે ધ્યાન રાખવું જરૂરી છે. ત્યારે સુરતના કતારગામમાં લલીતા ચોકડી પાસે રહેતા સોનુભાઈ જયસ્વાલ સોમવારે રાત્રે કતારગામમાં કંટારેશ્વર મહાદેવના મંદિર પાસે લારીમાં ફટાકડા વેચતા હતા. જોકે અચાનક કોઈ અગમ્ય કારણસર ફટાકડાની લારીઓમાં આગ લાગી જતા ફટાકડા ફૂટવા લાગ્યા હતા. જેના લીધે ત્યાંના લોકોમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી. આ અંગે ફાયર ઓફિસરને જાણ થતા ફાયર જવાનો અને કતારગામ અને કોસાડ ફાયર સ્ટેશનની ગાડી ઘટનાસ્થળ પર પહોંચી અને અને અડધોથી પોણો કલાકમાં આગની પરિસ્થિતી પર કાબુ મેળવ્યો હતો. જેના લીધે આજુબાજુની દુકાનો બચી ગઇ હતી. આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ ન હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી આવી હતી.
-મળતી માહિતી