કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે ભુજ પહોંચશે જ્યારે આવતી કાલે મા આશાપુરના દર્શને જશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજ થી બે દિવસ માટે કચ્છની મુલાકાતે આવી રહ્યા છે, જેઓ બુધવારે ભુજ આવ્યા બાદ ગુરુવારે ધોરડો ખાતે કાર્યક્રમમાં અને ત્યાર બાદ માં આશાપુરાના દર્શનાર્થે માતાના મઢ જશે. જો કે, આ વિષે વહીવટી તંત્ર દ્વારા કોઇ જ કાર્યક્રમ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દેશના ગૃહમંત્રી અમિત શાહ તા.11/11, બુધવારના સાંજે ભુજ આવી પહોંચશે અને ભુજ અથવા તાલુકાના ધોરડોમાં રાતવાસો કરશે એવી માહિતી મળી આવી છે . તા.12/11 ના રોજ ગુરુવારના ધોરડો ખાતેના સરપંચ સંમેલનમાં ભાગ લેશે. ત્યારબાદ દેશદેવી મા આશાપુરાને શીશ જુકવવા માતાના મઢ જશે, જેને લઇને માતાના મઢમાં પણ હેલીપેડ બનાવવામાં આવી રહ્યું છે. ત્યારબાદ લખપત તાલુકાના સરહદી ગામોમાં જશે તેવી સંભાવનાઓ પણ દર્શવાઇ રહી છે. આ અંગે તંત્ર દ્વારા સત્તાવાર કોઇ જ કાર્યક્રમ જાહેર કરાયો નથી. સરહદે વિવિધ એજન્સીઓ પણ સક્રીય થઇ છે. જખાૈ કોસ્ટગાર્ડ, નેવીએ મોરચો સંભાળ્યો છે. કોટેશ્વર ક્રિકમાં લખપત 1175 સુધી બી.એસ.એફ.ની બોટો સતત પેટ્રોલિંગમાં વ્યસ્ત છે. વધુમાં ધોરડો નજીક રણમાં બી.એસ.એફ. દ્વારા પગપાળા અને ઊંટ મારફતે પહેરો ભરવામાં આવી રહ્યો છે. મંગળવારે અટપટા નાલાઓમાં હેલીકોપ્ટરથી પણ નિરીક્ષણ સાથે બાજ નજર રાખવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રીના બંદોબસ્તમાં 1,500 પોલીસ જવાનો-અધિકારીઓ રહેશે તૈનાત જે તેમને સુરક્ષા પ્રદાન કરશે . કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કચ્છ મુકલાકાતના પગલે પશ્ચિમ કચ્છ પોલીસ 1,500 જેટલા પોલીસ અધિકારી કર્મચારી જવાનો ફાફલો જડબેસલાક બંદોબસ્ત સાથે તૈનાત થઇ ગયો છે. અબડાસા તાલુકાની પેટા ચુંટણી તેમજ રાજ્યપાલના બંદોબસ્તમાં પશ્ચિમ કચ્છ પોલીસ રોકાઇ છે ત્યાં 11 અને 12ના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ધોરડો ખાતે આગમન કરશે ત્યારે ગૃહમંત્રીના આગમનમાં પશ્ચિમ કચ્છના 3 ડિવાયએસપી, પીઆઇ,પીએસઆઇ સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ સહિત 1,500 જેટલા પોલીસ જવાનો ઉપરાંત ક્યુઆરટી સાથે એસઆરપી સહિતના જવાનો સુરક્ષા બંદોબસ્તમાં તૈનાત રહેશે.એવી માહિતી મળી આવી છે.

-મળતી માહિતી