કચ્છમાં કોરોનાના નવા ૧૩ કેસના ઉમેરાની સાથે ૧૩ દર્દીઓ થયા રિકવર

 કચ્છ જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો છેલ્લા કેટલાક દિવસોમાં વધતાં જતો દેખાતો હતો ત્યારે જિલ્લામાં કોરોનાના કેસમાં સોમવારની સરખામણીએ આજે ઘટાડો થયો હતો. આરોગ્ય વિભાગ દ્વારા બહાર પડેલી અખબારી યાદી મુજબ જિલ્લામાં નવા 13 કેસ નોંધાયા તો તેની સામે એટલા જ 13 દર્દીઓ સાજા થયા હતા. શહેરી વિસ્તારમાં નોંધાયેલા 9 કેસમાં સૌથી વધુ 5 ગાંધીધામ અને 4 ભુજમાં તો ગ્રામીણ વિસ્તારના 4 કેસમાં મુંદરામાં 2 તો નખત્રાણા-ભુજમાં 1-1 કેસ નોંધાયો હતો.જિલ્લામાં કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 2888 પર પહોંચવા સાથે સાજા થયેલા દર્દીઓની સંખ્યા 2570 પર પહોંચી છે. કોરોનાના સક્રિય કેસનો આંક 201 તો મૃતાંક 71 પર અટકેલો રહ્યો હતો એવું પણ જાણવા મળી આવ્યું હતું તો સાથે સાથે કોવિડ હોસ્પિટલમાં ખાલી બેડની સંખ્યા પણ સતત બીજા દિવસે 1030ના આંક પર સ્થિર રહી હતી.એવી માહિતી મળી આવી હતી.

-મળતી માહિતી