તહેવારોની મોસમમાં ભુજના બે યુવકો પાસેથી દારૂ પકડાયો


દિવાળીના દિવસોને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકોમાં ખરીદી નો ઉત્સાહ અને બજારમાં લોકોની ભીડને લીધે તસ્કરોનો ત્રાસ વધી રહ્યો છે. ચોરીના વધતાં જતાં બનાવોમાં ચોરીનો એક નવો બનાવ સામે આવ્યો છે ભુજની ડાડાં બજારમાં તહેવારોને કારણે ગ્રાહકોની ભીડ જામી છે ત્યારે ભરચક બજારમાં પોલીસ ચાવડી નજીક સ્કુટર પર વિદેશી શરાબની બોટલ લઇ જતા સારા પરિવારના બે યુવકોને પોલીસે પકડી પાડ્યા હતા. તેમની પાસેથી 1,450ની દારૂની ચાર બોટલ, 850 રૂપિયા રોકડા અને 37 હજારના ત્રણ મોબાઇલ તેમજ 50 હજારના વાહન સહિત 89,300નો મુદામાલ કબજે લઇ પુછતાછ કરતાં દારૂની બોટલ આપનારનું નામ ખુલ્યુ હતું પોલીસે ત્રણેય ઇસમો વિરૂધ ગુનો દાખલ કરાયો હતો . મળતી માહિતી અનુસાર સોમવારે રાત્રે આઠ વાગ્યાના સમય ગાળા દરમિયા ડાડા બજાર સ્થિત પોલીસ ચોકી નજીકથી રાજગોર સમાજવાડી પાસે રહેતા અક્ષય ઇશ્વરભાઇ શાહ (ઉ.વ.26) અને જીગર દિપકભાઇ ગોર (ઉ.વ.26) નામના બે યુવકોને શંકાના આધારે પોલીસે એક્સેસ સ્ટુટર સાથે ઝડપી લીધા હતા. તલાસી લેતાં તેમના કબજામાંથી ભારતીય બનાવટની વિદેશી શરાબની ચાર બોટલો મળી આવી હતી . આરોપીઓની પુછતાછમાં તેમણે આ બોટલો ભુજના નયન ગોર પાસેથી લીધી હોવાનું પોલીસને જણાતાં પોલીસે આરોપીઓ પાસેથી 50 હજારનું સ્કુટર, તથા 37 હજારના ત્રણ મોબાઇલ અને રોકડ રૂપિયા 1,450 સહિત 89,300નો મુદામાલ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે એવી માહિતી મળી આવી છે.
-મળતી માહિતી