માંડવી સલાયાના વૃદ્ધની હત્યાના બનાવમાં આરોપીના આગોતરા જામીન નામંજુર

કચ્છમાં હત્યાના બનાવો બનતા હોય છે ત્યારે એક માસ પૂર્વે માંડવીના સલાયા ખાતે રહેતા વૃદ્ધ પર હુમલો કરી હત્યા નિપજાવાના કેસમાં આરોપીની આગોતરા જામીનની અરજી ભુજની સેશન્સ કોર્ટ દ્વારા ના મંજુર કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર માંડવીના સલાયા ખાતે રહેતા ઇલીયાસભાઇ સાથે માંડવીના મોચી તળાવ પાસે આરોપી રફીક ઉર્ફે ટેઇલર અબ્દુલ્લા પલેજા, સુલતાન અભુ ભટ્ટી, જુસબ સીધીક જુણેજાએ મરણ જનાર ઇલીયાસભાઇને રિક્ષામાંથી ઉતારીને છોકરી સાથે ખરાબ કામ કરેલ છે તેવી બળજબરીથી કબુલાત કરાવવા લોખંડના પાઇપ તથા લાકડીથી હુમલો કરી કરોડરજ્જુમાં ગંભીર ઇજાઓ પહોંચાડી ઘાયલ કર્યા હતા . આરોપીઓ વિરુદ્ધ માંડવી પોલીસ મથકમાં 325,326 મુજબ ગુનો નોંધાયો હતો. ત્યારે આરોપી રફીકને ભુજની કોર્ટ દ્વારા જામીન મુક્ત કરાયો હતો. બાદમાં 25 ઓકટોબરના ઇલીયાસભાઇનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં પોલીસે આરોપી વિરૂધ હત્યાનો ગુનો દાખલ કરતાં આરોપી રફીક પલેજાએ ભુજની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરી હતી જેમાં બન્ને પક્ષની દલીલો શાંભળ્યા બાદ અદાલતે આરોપીની આગોતરા જામીન અરજી ના મંજુર કરી ફગાવી હતી. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ ડી.જે.ઠકકરે ધારદાર દલીલો કરી હતી જ્યારે ફરિયાદી સીકંદર ઇલીયાસ પલેજાએ જામીન અરજી સામે લેખિત વાંધો રજુ કર્યો હતો. ફરિયાદીના વકીલ તરફે મજીદ એલ. મણિયાર, નિઝાર એમ.ભાંભવાણી, આશિફ ડી.માંજોઠીએ દલીલો કરી હતી.

-મળતી માહિતી