ભુજના માધાપરમાં બીમારીથી પીડાતા બળદને સારવાર માટે કામધેનુ ગૌશાળા ખાતે મોકલાયો

ભુજ તાલુકાનાં માધાપરમાં નવાવાસના નવદુર્ગા ચોક પાસે છેલ્લા ચારેક દિવસથી એક બળદ બિમારીથી પીડાઈ રહ્યો છે. એવી ખબર મળતા નિલકંઠ ગૌ સેવા યુવક મંડળના કાર્યકર્તાઓ દ્વારા તરત સ્થળ પર પહોંચીને બીમાર બળદ ને જતનપૂર્વક ટેમ્પો વાહનમાં ચડાવીને આદિપુરમાં કાર્યરત કામધેનુ ગૌશાળા ખાતે સારવાર માટે મોકલવામા આવ્યો હતો.

-મળતી માહિતી