માધાપરમાં વધુ એક ચોરીનો બનાવ આવ્યો સામે: 38000ની માલમતા ચોરાઇ

કચ્છમાં વધતાં જતાં ચોરીના બનાવોમાં એક નવો બનાવ ભુજના માધાપર ખાતે બન્યું છે જ્યાં આ શહેરને અડીને આવેલા તાલુકાના સમૃદ્ધ અને વિકસિત માધાપર ગામે શિયાળાની મોસમ શરૂ થતાં જાણે તસ્કરો સક્રિય બન્યા હોય તેમ તસ્કરોએ વધુ એક ઘરફોડ ચોરીને અંજામ આપ્યું છે.તનસુખભાઇ પ્રવીણલાલ આચાર્ય નામના નોકરિયાતના બંધ મકાનના તાળાં તોડીને આ કિસ્સામાં રૂા. 38 હજારની માલમતા ચોરી કરી જવાઇ હતી.માધાપર ગામે નવાવાસ વિસ્તારમાં મારુતિ પ્લોટ ખાતે 28 નંબરના મકાનમાં રહેતા પ્રૌઢ વયના તનસુખભાઇ આચાર્ય તેમના પુત્રીને મળવા માટે અંજાર ગયા હતા ત્યારે પાછળથી ગત તા. 7ના સવારથી આજે સવાર સુધીમાં તેમનું બંધ ઘર ચોરો માટે ચોરીનું નિશાન બન્યું હતું. આ અંગે લખાવાયેલી પોલીસ ફરિયાદ મુજબ પોલીસ સાધનોએ વિગતો આપતાં કહ્યું હતું કે “બંધ ઘરના તાળાં તોડી કોઇ હરામખોરો મકાનમાં ઘુસ્યા હતા. તેઓ ઘરમાં કબાટમાંથી રૂા. 18 હજારની કિંમતની પેન્ડલ સાથેની સોનાની ચેઇન, રૂા. ત્રણ હજારની કિંમતના બે જોડી ચાંદીના સાંકળા તથા રૂા. 17 હજાર રોકડા મળી તેઓ કુલ્લ રૂા. 38 હજારની માલમતા સેરવી ગયા હતા.” ઘરમાં થયેલ આ તસ્કરી વિશે જાણ થતા બી. ડિવિઝન પોલીસના તપાસનીશ સબ ઇન્સ્પેકટર વી.એચ.ઝાલા સ્ટાફના સભ્યો સાથે દોડી જઇને આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

– મળતી માહિતી