હવામાન : દિવાળીના તહેવાર બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

દિવાળીના આગમન પહેલા દેશમાં ઠંડીનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે વાતાવરણમાં વિષમતા જોવા મળે છે , હાલ જિલ્લામાં વહેલી સવાર અને મોડી રાતના ઠંડક અને દિવસે ગરમ વાતાવરણનો અહેસાસ થઈ રહ્યું છે. ત્યારે દિવાળી બાદ ઠંડીમાં વધારો થશે તેવો અનુમાન હવામાન વિભાગે આપ્યો છે. દરમિયાન આજે નલિયામાં લઘુતમ પારો 14.8 ડિગ્રીના આંકે અટકેલો રહેતાં ઠંડીની ચમક વર્તાવવાનું જારી રહ્યું હતું. ભુજ હવામાન કચેરી ખાતેથી જાણવા મળ્યું હતું કે ” સંભવત: દિવાળી બાદ પશ્ચિમી વિક્ષોભ સર્જાવાની સંભાવના છે જેની અસરથી પહાડી રાજ્યોમાં હિમ વર્ષાનો દોર શરૂ’ થવાની શક્યતા વચ્ચે પવનની દિશા બદલવા સાથે કચ્છમાં પણ લઘુતમ પારો 1થી 2 ડિગ્રી નીચે જાય તેવી સંભાવના છે. જો કે કડકડતી ઠંડી માટે તો ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયા સુધી રાહ જોવી જ પડશે.” આ તરફ કંડલા (અ)માં 16.9, કંડલા પોર્ટમાં 18.5 અને જિલ્લા મથક ભુજમાં 19.2 ડિગ્રી તાપમાને રાત્રિથી વહેલી સવાર સુધી ઠંડક ની લહેર અનુભવાઈ હતી. તો દિવસના મહત્તમ તાપમાનમાં પણ એકથી દોઢ ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો.એવી માહિતી મળી આવી છે.

-મળતી માહિતી