અંજાર તાલુકાનાં મેઘપર બોરિચિના શિવ મંદિરમાં થઈ ચોરીની ઘટના

 કચ્છમાં વધતાં જતાં ચોરીના બનાવોમાં અંજાર તાલુકાનાં મેઘપર બોરિચીમાં આવેલાં અને ગાંધીધામ તથા અંજારના લોકો માટે આસ્થાના પ્રતીક સમાન એવા માલારા મહાદેવનાં મંદિરમાં ચોરોએ ચોરી કરી હોવાની માહિતી મળી આવી છે .અહી મંદિરના દરવાજાના નકૂચા તોડી, તેમાંથી આભૂષણ તથા રોકડા રૂપિયા એમ કુલ રૂા. 85,000ની મત્તાની ચોરી કરી તસ્કરો ભાગી છૂટ્યા હતા. મેઘપર બોરિચીમાં આવેલા માલારા મહાદેવ મંદિરમાં ચોરોએ ગત રાત્રે 8 વાગ્યાથી આજે પરોઢ દરમ્યાન ચોરી ના આ બનાવની અંજામ આપ્યો હતો. આ બનાવ અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી. આ ફરિયાદીના ભાઈ ગઈકાલે રાત્રે આરતી કરીને પોતાનાં ઘરે ચાલ્યા ગયા હતા. બાદમાં તસ્કરોએ પોતાનું પરાક્રમ દેખાડી ચોરી કર્યાનું સામે આવ્યું હતું.પોલીસે માહિતી આપતાં કહ્યું હતું કે, “આ મંદિરના મુખ્ય ગેઈટનો નકૂચો તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા અને અંદરના દરવાજાને ખોલી ગર્ભગૃહમાં ગયા હતા. અહીં આવેલાં શિવલિંગ ઉપર રખાયેલા ચાંદીના નાગદેવતા, ચાંદીનું છત્તર તથા દાન પેટી, જેમાં રોકડા રૂપિયા 25,000 હતા, તે લઈને નાસી ગયા હતા.” આમ, આ નિશાચરેએ આ મંદિરમાંથી રૂા. 85,000ની મત્તાની તફડંચી કરી હતી. પોલીસે વધુમાં કીધું હતું કે, ” આ આભૂષણો આસ્થાળુઓએ મંદિરમાં ચડાવ્યા હતા તેમજ રાત્રિ દરમિયાન એક ચોકીદાર પણ હાજર હતા. પૂર્વ કચ્છમાં, તેમાંય ખાસ કરીને અંજાર શહેર અને તાલુકામાં, છેલ્લા લાંબા સમયથી ચોરી, લૂંટ, ચીલઝડપ સહિતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે . ભગવાનના મંદિરો માં પણ ચોરીના બનાવો વધી જતાં આ વાતે પૂરા ગામમાં ચકચાર પ્રસરી છે.એવી માહિતી મળી આવેલ છે.

– મળતી માહિતી