નખત્રાણાના માર્ગે ટ્રક અચાનક રસ્તા પરથી ઉતરી ગઈ


માર્ગ અકસ્માતના વધતાં જતાં બનાવોમાં નખત્રાણા રોડ પર આવેલ સરહદ દૂધ ડેરી નજીક બુધવારે વહેલી સવારે ટર્ન લેતી વખતે ટ્રક અચાનક રસ્તા પરથી નીચે ઉતરી ગઇ હતી. આ સમય દરમિયાન રસ્તા પર કોઈ નાના મોટા વાહનો પસાર થયા ન હતા એટ્લે અકસ્માત નો મોટો ખતરો ટળ્યો હતો. સદભાગ્યે કોઇ જાનહાની પણ થઇ ન હતી.
– મળતી માહિતી