નાના કપાયામાં 18 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા

fansi

copy image

કચ્છમાં આત્મહત્યા અને અપમૃત્યુના બનાવો વધી રહ્યા છે ત્યારે એક નવો બનાવ નાના કપાયાની એક 18 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ પોતાની જિંદગી ટૂંકાવી દીધી મોતને આમત્રણ આપ્યું હતું. મળતી માહિતી અનુસાર મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામે રહેતી 18 વર્ષીય હિનાબેન વિનોદભાઇ સોલંકી નામની યુવતીએ બુધવારે સાંજે પોતાના ઘરમાં કોઇ અગમ્ય કારણોસર સાંજે ચાર વાગ્યાથી છ વાગ્યાના અરસામાં તેના ઘરમાં આ આત્મઘાતી પગલું ભરી લીધું હતું . આ બનાવ વિષે પોલીસ ને જાણ થતાં યુવતી એ કયા કારણોસર આપઘાત કર્યું એ અંગેની વધુ તપાસ માટેના ચક્રો પોલીસ દ્વારા ગતિમાન કરવામાં આવ્યા છે.

-મળતી માહિતી