લખપત તાલુકાના બેખડા ગામમાં રોગચાળાના કારણે બે ગાયોના મોત
કચ્છમાં હાલ પશુઓમાં કોઈ રોગચાળો ફેલાઈ રહ્યો હોય એવી ઘટનાઓ સામે આવી છે , થોડા દિવસ અગાઉ રોગના કારણે ઘેટાંઓના મોત થયા હતા તો હવે લખપત તાલુકાના બેખડા ગામે થોડા દિવસો પૂર્વે કોઈ ગંભીર બીમારીના કારણે ત્રણ ગાયોના મોત બાદ આજે ફરી બે ગાયોના મોત થયા છે. જાણવા મળ્યું હતું કે ” આ પ્રકારની કોઈ ગંભીર બીમારીના કારણે માલધારીઓમાં ચિંતા ફેલાઇ છે. ગાયોની સારવાર માટે પશુ ડોક્ટરે આવીને ઉપચાર કર્યો હતો પરંતુ આ મૂંગા જીવોમાં કોઈ જ પ્રકારનો ફરક ન પડતાં બંને ગાયોના મોત થયા હતા.” બીમારીના કોઈ ચોક્કસ કારણો જાણી શકાયા નથી ત્યારે રોગચાળો વધુ ન ફેલાય તે પહેલા તેને કાબૂમાં કરી લેવો જરૂરી છે તેમ માલધારીઓમા ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
-મળતી માહિતી