ભુજના ભાનુશાલીનગર પાછળ આવેલ મહાકાળી માતાજીના મંદિરનો અનેરો મહિમા
ભારતમાં મંદિરો એક આસ્થનું પ્રતિક ત્યાં, ભુજના ભાનુશાલીનગર પાછળ આવેલા રઘુવંશીનગરની ટેકરી પર મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. ભૂકંપના 1વર્ષ પછી 2002 માં અહીં ભક્તોની આર્થિક સહાયતાથી ડેરીની જગ્યાએ મંદિર ઊભું કરવામાં આવ્યું. સાથે સાથે માતાજીના મંદિર ફરતે અલગ-અલગ દેવ-દેવીઓના નાના-મોટા મંદિરનું પણ અહીં નિર્માણ કરવામાં આવ્યું હતું. ભક્તોને એક જ સ્થળે મહાકાળી માતાજી, કાળભૈરવ, બટુકભૈરવ, નવગ્રહ દેવતા, વિષ્ણુ ભગવાનના 10 અવતાર, ગણેશજી, મોમાયમા-દશામા, બાલીજી ,આશાપુરા મા, ખોડિયાર મા, રાંદલ મા, શિવલિંગ સહિત પાર્વતી મા, શીતલા મા, ચામુંડા મા, રાધેકૃષ્ણ, હનુમાનજી, જલારામબાપા, સાંઇબાબા વગેરે દેવ-દેવીઓનાં દર્શન થાય છે. અહીં કોઇ ટ્રસ્ટ ઊભું કરવામાં આવ્યું નથી. બાવાજી જાતે જ પોતાના પરિવાર સહિત મંદિરની દેખરેખ કરે છે. વર્ષમાં ત્રણવાર અહીં હોમ-હવન થાય છે. ચૈત્ર અને આસો નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. 101 થી વધારે બાલિકાઓ અહીં નવરાત્રિમાં રાસ રમે છે. અહીં બાળકો માટે સુંદર બગીચો પણ બનાવવામાં આવ્યો છે તથા અલગ અલગ વૃક્ષો વાવેલાં છે. અહીં દરરોજ બે ટાઇમ આરતીમાં ભક્તો લાભ લે છે .
-મળતી માહિતી