શિણાયમાં જુગાર રમતા છ શકુની શિષ્યો પોલીસ દ્વારા પકડાયા


કચ્છમાં ચોરી, લૂંટફાટ, જુગાર, દારૂ જેવા અસામાજિક પ્રવૃતિઓએ માથું ઊંચક્યું છે ત્યારે તાલુકાના શિણાયમાં જાહેરમાં જુગાર રમતા 6 ખેલીઓની અટકાયત કરી પોલીસે રોકડા રૂ. 13,740 જપ્ત કર્યા હતા. શિણાયમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ શાળાની પાછળ આવેલી બાવળની ઝાડીમાં અમુક ઇસમો જુગાર રમતા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે અહીં ઝાપ્તો માર્યો હતો. જેમાં અહીં ધાણીપાસા વડે જુગાર રમતા કાનજી ધનજી મહેશ્વરી (ધુવા), દેવજી દેવદાન ઝરૂ (આહીર), મામદ હાસમ સુણાં, કૈલાસ ઉર્ફે કાનજી અરજણ મ્યાત્રા (આહીર), દિનેશ કાનજી તુરી (બારોટ) અને રમજુ ઉર્ફે રમજાન હુશેન આરબ નામના જુગારીઓને પકડી લેવામાં આવ્યા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂ.12,740 અને ચાર બાઈક એમ કુલ રૂા. 1,28,740નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો તેવું પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું.
-મળતી માહિતી