ખારુ મીઠું પણ બન્યું મીઠાઇ સમું: મિયાંહુશેન

અહીં સરપંચો માટે સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં ત્રણ જિલ્લાના સરપંચોએ પોતાના વિચારો ગૃહમંત્રી અમિતભાઇ શાહને આપ્યા હતા. ધોરડેના સરપંચ મિંયાહુશેન મુતવા દ્વારા જાણવા મળ્યું હતું કૅ , આ કચ્છની સરહદનું છેલ્લું ગામ છે. રણનો વેરાન વિસ્તાર હવે વિકાસનું સ્થળ બન્યું છે. નરેન્દ્રભાઇ મોદીએ ખારા મીઠાને પણ મીઠાઇ બનાવી હોય તેમ પ્રવાસીઓ જોવા માટે ખૂબ આતુરતા ધરાવે છે . ઘડુલીના સરપંચ નીતિનભાઇ પટેલે સરહદી ગામોની સુખાકારીમાં વધારો થયો હોવાની કબૂલાત કરી કચ્છ સહિત લખપત તાલુકામાં ગાંડા બાવળનું પ્રમાણ વધ્યું છે, નદી-નાળાં અને રસ્તાની આસપાસ બાવળની સફાઇ મનરેગા યોજનામાં સમાવવામાં આવે તેવું સૂચન સંમેલનમાં કર્યું હતું. બનાસકાંઠાના માવસરી ગામના સરપંચ પ્રકાશ વ્યાસ, પાટણના સાંગલી ગામના સુકાની જેસંગભાઇ આહીરે પણ પોતાના પ્રતિભાવ આપ્યા હતા.

-મળતી॰ માહિતી