દિલ્હીમાં કોરોના થી એક જ દિવસમાં 104 લોકો મોતને ભેટ્યા
ભારતની રાજધાની દિલ્હીમાં covid-19 અત્યારે ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. લોકડાઉન પછી દિલ્હીમાં પ્રદૂષણ વધવાની સાથે સાથે કોરોના અને તેના કારણે થતાં મોતના અકડા માં ખૂબ વધારો થયો છે. નવેમ્બરમાં રોજના સરેરાશ 65 જેવા દર્દીઓ મોત ને ઘાટ ઉતરી રહ્યા છે. જ્યારે ગુરૂવારે કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયા બાદ મોતની સંખ્યાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. છેલા પાંચ મહિનામાં એક જ દિવસમાં સૌથી વધુ 104 લોકોના મોત નિપજ્યા હોવાનું પહેલી વખત નોંધાયું છે. આ સાથે જ નવા 7053 નવા કેસ નોંધાયા છે.
દિલ્હીમાં કોરોનાના કુલ 4,16,580 કેસ નોંધાયા છે. જેમાં આજ સુધી 7332 લોકોના મોત થઈ ચૂક્યા છે. રાજધાનીમાં કોરોનાના અત્યાર સુધી સૌથી વધુ એક્ટિવ કેસ 43116 છે. છેલા 24 કલાકમાં 6462 દર્દી સાજા પણ થયા છે. આજ સુધીમાં કુલ 4,16,580 દર્દી સ્વસ્થ થઈ ચૂક્યા છે. દેશમાં તહેવારોની મોસમ વચ્ચે દિલ્હીમાં કોરોના સંક્રમણ દર 11.71 ટકા થઈ ગયો છે. ભારતની રાજધાનીમાં બુધવારે સૌથી વધુ 8593 નવા કેસ મળ્યા હતા અને 85 દર્દીઓના મોત નિપજ્યા હતા.બીજી બાજુ પાંચ મહિનામાં એક દિવસની અંદર સૌથી વધુ 104 દર્દીઓના મોત થયા છે. ત્યારબાદ કુલ મૃત્યુઆંક 7332 થઈ ગઈ છે. શહેરમાં 16 જૂને 93 દર્દીઓના મોત થયા હતા. શહેરમાં કોરોનની સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા હવે 43116 થઈ ગઈ છે અને કુલ કેસની સંખ્યાનો આકડો વધી ને 4,67,028 થઈ ગયો છે.