ભુજ-આદિપુરના રસ્તાઑને 6 માર્ગીય બનાવો.

કચ્છમાં દિવસે – દિવસે વધતી જતી વાહનોની અવરજવરને નજરમાં રાખીને ભુજથી આદિપુર સુધીના રસ્તાઓને છ માર્ગીય બનાવવા જિલ્લા કોંગ્રેસ દ્વારા ગાંધીનગર કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. રાજ્યના માર્ગ-મકાન વિભાગ દ્વારા પાઠવવામાં આવેલા પરીપત્રમાં જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ગોવિંદ દનીચા દ્વ્રારા જાણવા મળ્યું હતું કે , ઉદ્યોગોમાં આવેલા સતત વધારાથી છેલ્લાં દશ વષૅમાં વાહનોની સંખ્યા વધી જતાં અકસ્માતોની સંખ્યામાં પણ ચિંતાજનક રીતે વધારો થવા લાગ્યો છે. લાંબા સમયથી ભુજ થી આદિપુર સુધીનો માર્ગ અવરજ્વર માટે ખૂબ નાનો પડે છે, જેનાં કારણે સતત રસ્તા પર અકસ્માતના બનાવો બની રહ્યા છે. અકસ્માતમાં અનેક જીંદગીઓ કાળનાં ખપ્પરમાં હોમાઈ ગઈ છે. હજુ પણ ભયાનક અકસ્માતો સર્જાતા રહે છે. માત્ર ભુજ થી અંજાર સુધીનો માર્ગ આપત્કાલીન સર્વે કરવામાં આવે, તો એક મિનિટમાં 100 થી વધુ વાહનોની અવરજવર સતત જોવા મળશે, જેનાથી માર્ગ ઉપર ટ્રાફિકની ગંભીર પરિસ્થિતિ પણ જાણી શકાશે. જેથી આ સમસ્યા ઉકેલવા અને વાહનોની અવરજવર સરળ બને તે માટે ભુજ થી આદિપુર સુધીના માર્ગને 6 માર્ગીય બનાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. ગાંધીધામથી વાયા ગળપાદર થી મુંદરા જતા બાયપાસ રસ્તાની કામગીરી અનેક જગ્યાએ અધૂરી મૂકી દેવામાં આવી છે. આ માર્ગનું કામ પૂરું ન થવાનાં કારણે અકસ્માતમાં અનેક લોકોનાં મોત થયા છે. અધૂરું મૂકાયેલું કામ લોકો માટે મુશ્કેલ સમાન બની ગયું છે. ગળપાદર ગામના આગેવાનો અને રાજકીય અગ્રણીઓ દ્વારા સતત રજૂઆતો અને આંદોલનો કરવા છતાંય તંત્ર હલતું નથી. લોકોનાં હિતમાં આ કામ તાત્કાલિક પૂર્ણ કરાય તેવી માંગ પણ કરાઈ છે.

-મળતી માહિતી