કૃણાલ પંડ્યાની મુંબઈ એરપોર્ટ પર અટક કરવામાં આવી.


કૃણાલ ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો મોટો ભાઈ છે. કૃણાલ આઈપીએલની 13મી સીઝનમાં ભાગ લઈને પરત ફરી રહ્યા હતા. સાંજે પાંચ વાગ્યાની આસપાસ તે એરપોર્ટ ઉતર્યા હતા. ત્યારબાદ ડી.આર.આઈના અધિકારીઓએ તેને રોક્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે કૃણાલે UAEમાથી સોનાની ચેઈન સહિત કિંમતી વસ્તુઓની ખરીદારી કરી હતી. આ વસ્તુઓની કિંમત કાનૂની રીતે વિદેશથી સામાન લાવવાની અપાયેલી છૂટથી ખુબજ વધુ હતી. આ વાતની જાણકારી જ્યારે કૃણાલને આપવામાં આવી તો તેણે કહ્યું હતું કે આ પ્રકારના કાયદા વિશે તેને કોઈ જ ખબર નહોતી !
જે અંગે કૃણાલે માફી માંગી અને દંડ ની ચુકવણી કરવા તૈયાર થયા સાથે એમ પણ કહ્યું કે તે ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરે. તેણે ભૂલનો સ્વીકાર કરી લેતાં તેને છોડી મુકવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ વર્ષે આઈપીએલનું આયોજન યુએઈમાં કરવામાં આવ્યું હતું. રોહિત શર્માના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને હરાવીને આ વર્ષનો પુરષ્કાર પોતાના નામે કર્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સની આ પાંચમી જીત હતી. આ પહેલાં મુંબઈ ઈન્ડિયન્સ 2013, 2015, 2017 અને 2019ની ટૂર્નામેન્ટમાં જીત મેડવી હતી. કૃણાલ પંડ્યાએમુંબઈ ઈન્ડિયન્સ માટે આઈપીએલમાં અત્યાર સુધી 71 મેચ રમી છે. 2017ના ફાઈનલમાં તેને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ભારતીય ટીમ તરફથી કૃણાલે અત્યાર સુધીમાં કુલ 18 ટી-20 મુકાબલા રમ્યા છે જે પૈકી 36 રન આપીને ચાર વિકેટ મેળવવી તેનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તેણે અત્યાર સુધીમાં 121 રન સાથે 18 વિકેટ મેળવી છે.