રાજ્યની તમામ જેલના 430 કર્મચારીઓને દિવાળીપર્વે અપાયું પ્રમોશન.
મહિલા-પુરૂષ સિપાઇઓ અને હવાલદારોને સુબેદાર તરીકે રાજ્યના જેલ ADG ડો.કે.એલ.એન. રાવ દ્વારા બઢતી કરવાના ફરમાન જાહેર.
રાજ્યની બધી જેલના કુલ 430 જેટલા સિપાઈ ભાઈ બહેનો ને સરકારે દિવાળી પર્વે બઢતી આપી. મહિલા-પુરૂષ કર્મચારી અને જેલ હવાલદારોને પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં વર્ગ-3ના 28 મહિલા સિપાઇઓને હવાલદાર, 295 પુરૂષ સિપાઇ કમ ડ્રાઇવરને હવાલદાર અને 107 પુરૂષ હવાલદારોને સુબેદાર તરીકે પ્રમોશન અપાયું છે. રાજ્યના જેલ ADG ડો.કે.એલ.એન. રાવ દ્વારા આ બઢતીના ઓર્ડર અપાયા હતા.
મહિલા સિપાઇઓમાં રાજકોટ મધ્યસ્થ જેલના હકુબેન જીણાભાઇ રાઠોડ, જ્યોતિબેન વિનોદરાય પુજારા, માધવીબેન બઢીયા, જયોત્સના નારણભાઇ સોચા, સુરેન્દ્રનગર સબ જેલના નીતાબેન કિશનભાઇ પરમાર, જામનગર જીલ્લા જેલના પાયલ ઓધવભાઇ ધાપા, અમરેલી જેલના મયુરીબેન ગીરીશભાઇ ભરખડા, મોરબી સબ જેલના પુજાબેન પોલાભાઇ ડાંગર, ભાવનગર જીલ્લા જેલના શિલ્પાબેન મુળજીભાઇ પંચાલા, ગોંડલ સબ જેલના રૂબીનાબેન મંઘરા, જુનાગઢ જેલના પુરીબેન મકાભાઇ સીસોદીયા સહિત રાજયના ર8 મહિલા સિપાઇઓને હવાલદાર તરીકે હંગામી ધોરણે બઢતી અપાઇ છે.