આદિપુરમાં દુકાનમાંથી પિતા પુત્ર હાલી જતાં ભારે હલચલ મચી
આદિપુરની ચોસઠ બજારમાં પોતાની દુકાનેથી પિતા અને પુત્ર ગુમ થઈ જતાં ભારે હલચલ મચી હતી. મેઘપર બોરીચીના મંગલેશ્વર નગરમાં રહેતા મનોજ ગુરૂમુખદાસ નાથણી દ્વારા આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. તેમના પિતા ગુરૂમુખદાસ ડાલુમલ નાથાણી અને મોટા ભાઈ કનૈયાલાલ ગુરૂમુખદાસ નાથાણી ગત. તા.10-11ના બપોરે 12:30 સુધી તેમની દુકાને હતા.આ પિતા-પુત્ર હમણાં આવીએ છીએ તેમ કહી દુકાનેથી નીકળી ગયા હતા ત્યાર બાદમાં મોડે સુધી આ પિતા-પુત્ર પરત ન આવતાં તેમની શોધ કરવામાં આવી હતી.પરંતુ ક્યાંય પતો ન મળતાં અંતે પોલીસ મથકે ગુમ નોંધ કરાઈ હતી.પોલીસે કહ્યું હતું કે આ પરિવારની દુકાન ચોસઠ બજારમાં ઝૂલેલાલ મંદિર નજીક પી.જે.પવાર નામની આવેલી છે. આ બન્નેના ફોન પણ બંધ હોવાનું પોલીસે દ્વ્રારા જાણવા મળ્યું હતું.
-મળતી માહિતી