નૂતનવર્ષ ના સમયે પાકિસ્તાન એ કર્યો સરહદપર ગોળીબાર: ત્રણ નાગરીક સહિત એક જવાનનું પણ મૃત્યુ.
ભારતમાં દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા છે પરંતુ પાકિસ્તાન તેની નાપાક હરકત બંધ કરવાનું નામ નથી લેતું. આ દરમિયાન ફરી એક વખત પાકિસ્તાને દેશમાં માહોલ બગાડવાનો પપ્રયાસ કરી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરના તંગધાર સેક્ટરમાં શાંતિના સંજોતનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં અનેક ઠેકાણે યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. પુંછ જિલ્લામાં પાકિસ્તાન દ્વારા કરાયેલા ફાયરિંગમાં બીએસએફના સબ ઈન્સ્પેક્ટર રાકેશ ડોભાલ શહિદ થઈ ગયા હતા. આ ઉપરાંત પાંચ લોકો ગંભીર રીતે ગાયલ થયેલ છે ઉપરાંત ત્રણ સ્થાનિક નાગરિકોના મોત થયેલ છે.
જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પાસે ઉરી,ગુરેજ અને બારામુલા સેક્ટરમાં પાકિસ્તાને ગોળીબાર કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે બાંદીપોરા જિલ્લામાં ગુરેજ સેક્ટરના ઈઝમર્ગમાં પાકિસ્તાની ઓએ આતંકી હુમલો કર્યો હતો. આ પછી થોડી જ મિનિટો બાદ કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં ગોળીબાર કર્યો હતો. ત્યારપછી પાકિસ્તાની સેનાએ બારામુલાના ઉરી સેક્ટરમાં પણ ભારતીય ચોકીઓ ઉપર ગોળીઓ વરસાવી હતી. સામે ભારતીય સેના ના જવાનોએ પણ તેનો મજબૂત જવાબ આપ્યો હતો.
સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર માર્યા હતા તો શોપિયાના ફૂટપોરા વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળતાંની સાથે જ પોલીસ, સેનાની 34 આરઆર અને સીઆરપીએફની એક સંયુક્ત ટીમે તલાશી અભિયાન ચલાવ્યું હતું. આતંકીઓએ ઘેરાઈ જતાં આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહીમાં બે આતંકીને ઠાર માર્યા હતા.