મીઠાની કંપની દ્વારા ગૌચરની જમીન નો મોટા પાયે નુકશાન.

જખો ગામ ના જાગૃત નાગરિક દ્વારા ગોચર જમીન નો મોટા પાયે નુકસાન મીઠા ની કંપની દ્વારા કરેલો છે અને ખોટા ઠરાવો નાખી અને ખોટા હુકમ મંજૂર કરાવી ગોચર માં રસ્તો મંજૂર થયેલ તે રસ્તા ના હુકમ ને નામંજૂર કરવા ઉપર રજૂઆત કરવા આવી છે અને રસ્તા ના કારણે ગોચર જમીન આજુ બાજુ નમક પડવા થી નુકસાન થાય છે તંત્ર સમક્ષ એમના ઉપર શરત ભંગ ની કાર્ય વાહી કરવા પણ માંગ કરવા માં આવી છે રસ્તા ના કારણે પાણી વેણ બધ કરવા માં આવ્યું છે જો આ બાબતે ન્યાય નઈ મળે તો જન હિત યાચિકા પી. એલ આઈ. દાખલ કરાવી હાઇકોર્ટ સમક્ષ દાદ મેળવવા પણ તૈયારી બતાવી હતી અને ગામતળ માં પણ આવી મીઠા ની કંપની ને દ્વારા ગામતળ જમીન ને નુકસાન થાય છે તેથી ગામતળ થી દૂર ખસેડવાની પણ માંગ કરવા માં આવી છે અને
અને જખૌ જૂથ ગ્રામ પંચાયત દ્વારા જે ખોટા ઠરાવો ગોચર બાબતે પાછળ થી નાખવા માં આવ્યા છે એમના ઉપર કાયદેસર કરવા અરજદાર. મહિપતસિંહ અબડા અને જતીન લાલકા દ્વાર ઉપર લેવલે તંત્ર સમક્ષ રજૂઆત કરવા માં આવી હતી જેથી ગોચર જમીન ખરાબ ન થાય અને ચરિયાણ માં ઉપયોગી નીવડે તે હેતુ થી રજૂઆત કરવા માં આવી હતી .